શોધખોળ કરો
શપથગ્રહણ સમારોહમાં કૉંગ્રેસ કરશે શક્તિ પ્રદર્શન, સમાન વિચારધારાવાળી પાર્ટીઓને આપશે આમંત્રણ
1/3

નવી દિલ્હી: છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જીતનો ડંકો વગાડનાર કૉંગ્રેસ પાર્ટી આ રાજ્યોમાં શપથ ગ્રહણ દરમિયાન શક્તિ પ્રદર્શન કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કૉંગ્રેસે યૂપીએમાં સામલે પાર્ટીઓ સિવાય સમાન વિચારધારાવાળા દળોને પણ આમંત્રણ આપશે. માનવામાં આવી રહ્યું છે કે એમપીમાં 14 તારીખે શપથ ગ્રહણ કાર્યક્રમ યાજશે.
2/3

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકોમાંથી કોંગ્રેસને 114 બેઠકો મળી છે જ્યારે ભાજપને 109 બેઠકો મળી છે. બહુજન સમાજ પાર્ટી (બસપા)ને 2 અને સમાજવાદી પાર્ટી (સપા)ને 1 બેઠક મળી છે. આ બંને પક્ષોએ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરતાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી થઈ ગઈ છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે.
Published at : 12 Dec 2018 06:32 PM (IST)
View More




















