રાજકીય ભાષણમાં પોતાના પુત્રનુ નામ ઘસેડવાને લઇને સીએમ શિવરાજ સિંહ ચૌહાણ નારાજ થયા હતા અને મોડી રાત્રે તેમને એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તે મંગળવારે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.
2/5
3/5
જોકે, બાદમાં રાહુલ ગાંધીએ આના પર સ્પષ્ટતા કરી હતી કે, મધ્યપ્રદેશ અને બીજેપી શાસિત રાજ્યોમાં એટલા બધા ગોટાળા થયા છે તેથી કન્ફ્યૂઝમાં હતા. રાહુલે કહ્યું કે, પનામા પેપર્સમાં શિવરાજ સિંહના પુત્ર નહીં પણ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહના પુત્રનુ નામ છે. શિવરાજ સિંહનું નામ તો વ્યાપમં ગોટાળામાં છે.
4/5
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પનામા પેપર્સ ગોટાળામાં કાર્તિકેયનુ નામ પણ સામેલ છે. રાહુલે નિવેદન આપતા કહ્યું હતું કે, 'મામાજીના જે પુત્રો છે, પનામા પેપર્સમાં તેમનુ નામ આવે છે. પાકિસ્તાનમાં પીએમ નવાઝ શરીફનું બહાર આવે છે પણ પાકિસ્તાનમાં જેમને જેલમાં નાંખી દેવામા આવે છે, પણ અહીં ચીફ મિનીસ્ટરના પુત્ર તેમનુ નામ પનામા પેપર્સમાં આવે છે તો કોઇ કાર્યવાહી નહીં.'
5/5
ઇન્દોરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પુત્રએ માનહાનિનો કેસ કરી દીધો છે. રાહુલે મધ્યપ્રદેશ પ્રવાસ દરમિયાન એક નિવેદન આપ્યું હતું જે બાદમાં રાજકીય મુદ્દો બની ગયુ હતું.