નોંધનીય છે કે, બલરામજી દાસ ટંડન જન સંઘની સ્થાપનાના પાયાના પથ્થરોમાંના એક હતા. હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે તેમનું અવસાન થયું હતું. રાયપુર ખાતે આવેલી સરકાર સંચાલિત ડો. બી.આર. આંબેડકર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમની ઉંમર 90 વર્ષ હતી.
2/5
રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, છત્તીસગઢના વર્તમાન રાજ્યપાલ બલરામ દાસ ટંડનના નિધન થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સોંપ્યો હતો.
3/5
છત્તીસગઢ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠી તેમને પદના શપથ લેવડાવશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી રમણસિંઘ વોરા પણ હાજર રહી શકે છે.
4/5
રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, છત્તીસગઢમાં નવા રાજ્યપાલનું નિમણૂંક નહીં થાય ત્યાં સુધી તેઓ આ હોદ્દા પર બન્યા રહેશે. રાજભવન ખાતે આજે (15મી ઓગસ્ટ)ના રોજ યોજાનાર એક નાના કાર્યક્રમમાં આનંદીબેન પટેલ છત્તીસગઢના રાજ્યપાલ તરીકેના શપથ લઈને કાર્યભાળ સંભાળશે.
5/5
નવી દિલ્હીઃ ગુજરાતના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી તેમજ મધ્ય પ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિવસ પર આનંદીબેન પટેલ છત્તીસગઢના રાજ્યપાલ તરીકે શપથ લેશે.