સોનિયા ગાંધી તરફથી પી ચિદંમ્બરમે કહ્યું તેઓ સોલિસિટર જનરલ તુષાર મહેતાના મૌખિક નિવેદન પર વિશ્વાસ રાખે છે. મહેતાએ કહ્યું હતું કે કૉંગ્રેસ નેતાઓએ આયકર વિભાગ પર દુર્બાગ્યપૂર્ણ રીતે કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો, પરંતુ આ સંબંધમાં કોઈ પૂરાવા રજૂ ન કર્યા.
2/3
પીઠે કૉંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાંડીસની અરજી પણ ફગાવી છે. તેમણે 2011-12ના પોતાના ટેક્સની ફાઈલ બીજી વખત ખોલવાને લઈને પડકાર ફેક્યો હતો. હાઈકોર્ટે ત્રણેય અરજી પર 16 ઓગસ્ટ સુધી પોતાનો ચુકાદો યથાવત રાખ્યો હતો. આયકર વિભાગે ત્યારે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીના 2011-12ના ટેક્સ ફાઈલ બીજી વખત એટલે ખોલવામાં આવી હતી કે તેમાં મહત્વપૂર્ણ તથ્યો છુપાયેલા હતા. કોર્ટે મૌખિક રીતે કહ્યું કે આયકર વિભાગ કોર્ટના નિર્ણયની જાહેરાત સુધી સોનિયા,રાહુલ અને ફર્નાંડીસની સામે કોઈ પગલા ન ભરે.
3/3
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની આયકર વિભાગના નાણાકીય વર્ષ 2011-12ના ટેક્સને બીજી વખત મૂલ્યાંકન કરવા સામે થયેલી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ એકે ચાવલાની પીઠે કહ્યું કે અરજી રદ્દ કરવામાં આવે છે.