શોધખોળ કરો
RSS પ્રમુખ મોહન ભાગવતઃ કોઈ યુદ્ધ નથી તેમ છતાં સરહદ પર જવાનો કેમ શહીદ થઈ રહ્યા છે?
1/3

તેમણે કહ્યું, ‘જો કોઈ યુદ્ધ નથી તો કોઈ કારણ નથી કે કોઈ જવાન સરહદ પર પોતાનો જીવ ગુમાવે. પરંતુ આવું થઈ રહ્યું છે. આવું થતું રોકવા અને દેશને મહાન બાવવા માટે પગલા લેવા જોઈએ.’ આરએસએસ પ્રમુખે કહ્યું, યુદ્ધ થયું તો આખા સમાજે લડવું પડશે. સરહદ પર સૈનિક જાયચે. સૌથી વધારે જોખમ લે છે. જોખમ લઈને પણ તેમની હિંમત જળવાઈ રહે, સામગ્ર ઓછી ન પડે, જો કોઈ શહિદ થાય તો તેન પરિવારને કોઈ ખોટ ન રહે, આ ચિંતા સમાજે કરવી પડે છે.
2/3

તેમણે કહ્યું, ‘ભારતને આઝાદી મળી તે પહેલા દેશ માટે જીવ આપવાનો સમય હતો. આઝાદી બાદ યુદ્ધ દરમિયાન કોઈ સરહદ પર જીવ ગુમાવે છે. પરંતુ આપણા દેશમાં કોઈ યુદ્ધ નથી તેમ છતાં જવાનો શહીદ થઈ રહ્યા છે...કારણ કે આપણે આપણું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા.’
3/3

નવી દિલ્હીઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવે કહ્યું કે, કોઈ યુદ્ધ નથી થઈ રહ્યું તેમ છતાં દેશની સરહદ પર જવાનો કેમ શહીદ થઈ રહ્યા છે. આરએસએસ પ્રમુખે પ્રહાર સમાજ જાગૃતિ સંસ્થાના રજય જયંતી કાર્યક્રમ અવસર પર નાગપુરમાં કહ્યું કે, આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આપણે આપણું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા.
Published at : 18 Jan 2019 12:00 PM (IST)
View More





















