નવી દિલ્હીઃ ધનાઢ્ય દિવસે ને દિવસે વધારે અમીરધતા જઈ રહ્યા છે. આ વાત એક અહેવાલમાં સાચી પણ પડી રહી છે. અહેવાલમાં સામે આવ્યું છે કે, ભારતમાં રહેલ કરોડપતિઓની સંપત્તિ 2018માં પ્રતિ દિવસ 2200 કરોડ રૂપિયા વધી છે. દેશની કુલ વસ્તીના 1 ટકા લોકોની સંપત્તિ વિતેલા વર્ષે 39 ટકા વધી છે.
2/3
આ અહેવાલ અનુસાર, ભારતમાં હાલના 13.6 કરોડ લોકો જે દેશની જનસંખ્યાના 10 ટકા ગરીબ છે, તે આજે પણ દેવાદાર છે. જણાવીએ કે, Oxfamનો આ અહેવાર દાવોસમાં થનારી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પહેલા સામે આવ્યો છે.
3/3
Oxfamના અહેવાલ અનુસાર, ભારતની અંદાજે અડધી જનસંખ્યાના આર્થિક ગ્રોથમાં વિતેલા વર્ષે ખૂબ જ ઓછી ગતિએ વૃદ્ધિ થઈ છે. 50 ટકાથી વધારે લોકની સંપત્તિમાં ત્રણ ટકાનો વધારો થયો. જ્યારે વૈશ્વિક રીતે જોવામાં આવેતો વિશ્વના કરોડપતિઓની સંપત્તિમાં પ્રતિ દિવસ 12 ટકા પ્રમાણે વધારો થયો છે. જ્યારે વિશ્વભરમાં રહેલ ગરીબ લોકોની સંપત્તિમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશના સૌથી ધનાઢ્ય નવ અમીરોની પાસે કુલ જનસંખ્યાના 50 ટકા વધારે લોકો કરતાં પણ વધારે સંપત્તિ છે.