શોધખોળ કરો
અયોધ્યામાં રામ મંદિર મુદ્દે હાર્દિક પટેલે ઉદ્ધવ ઠાકરે પર શું કર્યા પ્રહારો? જાણો વિગત

1/4

અયોધ્યા આસ્થાનો વિષય છે તેના પર રાજકારણ ન કરો. મંદિર બાંધ્યું? એવો સવાલ ન કરો તો કેટલી હોસ્પિટલ્સ અને સ્કૂલ્સ બાંધી? એવો સવાલ સરકારને પૂછો. મંદિર કોઈ મોટી સમસ્યા નથી. પરંતુ દેશ સામે જે મુખ્ય સવાલો છે તેને અવગણીને મંદિરને આગળ કરાય છે એમ કનૈયા કુમારે જણાવ્યું હતું. માત્ર દેશનો સંવિધાન સંકટમાં છે. સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટ સંકટમાં છે.
2/4

આ કલમ લાગુ કરાઈ હોવા છતાં શિવસેના, વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ કાર્યકર્તાઓ એક સ્થળે ભેગા કઈ રીતે થયા? અને આંદોલન કરીએ છીએ ત્યારે મોટા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવાય છે એમ જણાવી હાર્દિક પટેલે પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. સંવિધાન બચાવવા માટે એકજૂટ થવું જરૂરી હોવાનું આહ્વાન હાર્દિક પટેલે કર્યું હતું.
3/4

કાર્યક્રમ પૂર્વે પાટીદાર નેતા હાર્દિક પટેલે ઉદ્ધવ ઠાકરેની અયોધ્યાની મુલાકાતની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. મંદિર મહત્વનું કે ખેડૂતોની આત્મહત્યા? એવો સવાલ કરી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જગતનો તાત કરજના બોજ હેઠળ દબાઈને આત્મહત્યા કરી રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરે મંદિરનો મુદ્દો આગળ કરીને અયોધ્યાની મુલાકાતે ગયા છે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
4/4

મુંબઈમાં રવિવારે 17 સંગઠનો દ્વારા આયોજિત સંવિધાન બચાઓ રેલીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવાર, કનૈયા કુમાર, ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ભૂમાતા બિગ્રેડના તૃપ્તિ દેસાઇ, પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા. સરકાર વતી સંવિધાનમાં થઈ રહેલા ફેરફાર તેમ જ સરકારની નિષ્ફળતાને પગલે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published at : 26 Nov 2018 09:10 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
