ઉલ્લેખનીય છે કે ઈડીએ પીએમએલએ કોર્ટમાં બંનેની વિરૂદ્ધમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. નીરવ મોદી અને મેહૂલ ચોક્સી ઉપર ફર્જી લેટર ઓફ અંડરટેકિંગથી પંજાબ નેશનલ બેંકને 13400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. આ બંનેની વિરૂદ્ધમાં સીબીઆઈ, ઈડી સહિતની અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસ કરી રહી છે.
2/4
કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદી અને મેહૂલ ચોક્સીએ 25 અને 26 સપ્ટેમ્બરે કોર્ટની સામે હાજર થવું પડશે. કોર્ટ તરફથી આ આદેશ ઈડીની અરજી પર જાહેર કરવામાં આવ્યો છે.
3/4
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં 13400 કરોડ રૂપિયા કરતા વધારેનું કૌભાંડ કરનાર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની સામે સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (PMLA) કોર્ટે જાહેર કર્યું છે.
4/4
કોર્ટ તરફથી મોકલવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીએ 25 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવું પડશે, જ્યારે મેહૂલ ચોક્સીએ 26 સપ્ટેમ્બરના હાજર રહેવું પડશે.