શોધખોળ કરો
સુષ્મા સ્વરાજે એન્ટીગુઆના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત, મેહુલ ચોકસીને પરત લાવવા માંગી મદદ
1/3

નવી દિલ્હીઃ દેશ છોડીને ફરાર થઈ ગયેલા ડાયમંડ કારોબારી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે એન્ટીગુઆ દ્વારા ભારતને પૂરી મદદનો ભરોસો આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એન્ટીગુઆના વિદેશ મંત્રી ઈપી ચેટ ગ્રીન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ચેટ ગ્રીને સુષ્મા સ્વરાજને શક્ય તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો.
2/3

ભારતે 3 ઓગષ્ટ 2018ના રોજ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણને લઈ એન્ટીગુઆ સરકારને પત્ર લખ્યો હતો. જોકે મામલે દોઢ મહિના બાદ પણ મહેલુ ચોકસીની એન્ટીગુઆ સરકાર તરફથી ન તો ધરપકડ કરવામાં આવી છે કે ન તો પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એન્ટીગુઆ સરકારી તેના દેશમાં કાનૂની પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને ભારતને કોર્ટની કાર્યવાહી પૂરી થયા બાદ સરકાર આ અંગે મદદ કરશે તેમ જણાવ્યું છે.
Published at : 27 Sep 2018 07:59 AM (IST)
View More





















