તોગડીયાએ કહ્યું હતું કે 9 ફેબ્રુઆરીએ હિન્દુઓની નવી પાર્ટીની જાહેરાત થશે અને એક વખત પાર્ટી ચૂંટણી જીતી જાય તો બીજા દિવસે મંદિર બની જશે. પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણી કરતા તોગડીયાએ કહ્યું હતું કે તે ત્રણ તલાક બિલ લાવવા માટે અડધી રાત સુધી સંસદ ચલાવી શકે છે પણ આવું રામ મંદિરના મુદ્દે કરવા માંગતા નથી.
2/4
હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ રહેલા તોગડીયાએ કહ્યું હતું કે ભારય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો રામ મંદિર બનાવવાનો કોઈ ઇરાદો નથી. ઇન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર તોગડીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના નિવેદન પછી આરએસએસના નેતા ભૈય્યા જી જોષીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી પાંચ વર્ષમાં રામ મંદિર બનશે નહીં. આ બંને સમૂહે (બીજેપી અને આરએસએસ)દેશની 125 કરોડ જનતાને અંધારામાં રાખ્યા છે પણ હવે દેશનો હિન્દુ જાગી ગયો છે.
3/4
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બાળપણમાં ચા વેચી હતી કે નહીં તે સવાલ વિતેલા ઘણાં વર્ષોથી ચર્ચામાં છે. હવે આ મુદ્દે એક સમયે નરેન્દ્ર મોદી સાથે કામ કરનાર પ્રવીણ તોગડિયાએ મોટું નિવેદન આપ્યું છે. વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયાનો દાવો છે કે, તે નરેન્દ્ર મોદીને 43 વર્ષથી ઓળખે છે, પરંતુ તેણે ક્યારેય મોદીને ચા વેચતા જોયા નથી. તોગડિયાનો દાવો છે કે, આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ સિવાય બીજું કંઈ જ નથી.
4/4
તોગડીયાએ કહ્યું હતું કે મોદી જો ફરી પણ જીતી જાય તો પણ રામ મંદિર બનશે નહીં, કારણ કે આ બીજેપી અને આરએસએસના જીવનનો આધાર છે. એક મુદ્દો ચાલ્યો જાય તો આ બે દળો પાસે કશુ જ બચે નહીં અને તે ખતમ થઈ જશે. જેથી તે આ મુદ્દાને બનાવી રાખવા માંગે છે.