શોધખોળ કરો
રાફેલ ડીલઃ યુથ કોંગ્રેસે કર્યો વડાપ્રધાન નિવાસસ્થાનનો ઘેરાવ, અનિલ અંબાણીએ કહ્યું- સત્યનો વિજય થશે
1/4

નવી દિલ્હીઃ રાફેલ વિમાન સોદામાં ગડબડીના આરોપને લઈ યુથ કોંગ્રેસે આજે સવારે 11 કલાકે વડાપ્રધાન નિવાસસ્થાનનો ઘેરાવ કર્યો હતો. બુધવારે નાણામંત્રી અરૂણ જેટલીએ આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી દરેક રેલીમાં અલગ અલગ આંકડા આપે છે. રાફેલ ડીલમાં ફ્રાન્સની કંપની તરફથી કોન્ટ્રાક્ટ મેળવાર ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ આ દરમિયાન કહ્યું છે કે, સત્યની જીત થશે.
2/4

આરોપોને પાયાવિહોણા અને દુર્ભાગ્યપુર્ણ ગણાવતાં અનિલ અંબાણીએ કહ્યું કે, સત્યની જીત થશે. તેમણે કહ્યું કે, જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ, સ્વાર્થપૂર્ણ અને હરિફ કંપનીઓ દ્વારા પ્રેરિત છે. અંબાણીને મીડિયાએ પૂછ્યું હતું કે, રાફેલ ડીલ મામેલ તેમની કંપનીએ 5000 કરોડ રૂપિયાના માનહાનિ મામલે કોંગ્રેસ અધ્યક્ષને અલગ કેમ રાખ્યાં ? જેના જવાબમાં અંબાણીએ કહ્યું, “મેં વ્યક્તિગ રૂપે રાહુલ ગાંધીને પત્ર લખ્યો અને તેમને કહ્યું કે કોંગ્રેસ પાસે ખોટી અને ધ્યાન ભટકાવનારી માહિતી છે. જે દુર્ભાગ્યપૂર્ણ અને હરિફ કંપનીઓ પ્રેરિત છે.”
Published at : 30 Aug 2018 08:39 AM (IST)
View More





















