શોધખોળ કરો
રાહુલે મોદી પર માર્યો મોદીનોજ ડાયલૉગ, કહ્યું- 'જે 70 વર્ષમાં નથી થયુ તે હવે થઇ રહ્યું છે.'

1/5

રાહુલે કહ્યું કે વડાપ્રધાને બે કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત કહી, ખેડૂતો અને મહિલાઓની રક્ષા કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો, પણ તેમાંથી એકપણ વાયદો પુરો નથી થયો.
2/5

રાહુલે કહ્યું કે, પેટ્રૉલ આજે 80ને પાર થયુ અને ડિઝલ લગભગ 80ની પાસે પહોંચી ગયુ છે. આજે એલપીજીના ભાવ 800 રૂપિયા સુધી પહોંચી ગયો છે. પહેલા દેશભરમાં પીએમ મોદી ફરીફરીને કહેતા હતા કે, પેટ્રૉલની કિંમતો આસમાને પહોંચી છે પણ આજે એક શબ્દ પણ નથી બોલી રહ્યાં, જે 70 વર્ષમાં નથી થયું તે હવે થઇ રહ્યું છે.
3/5

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે જે 70 વર્ષમાં નથી થયું તે હવે થઇ રહ્યું છે તે સાચી જ વાત છે, જે 70 વર્ષમાં નથી થયું તે આ ચાર વર્ષોમાં થયુ છે. કેમકે આજે એક હિન્દુસ્તાની બીજા હિન્દુસ્તાની સાથે લડી રહ્યો છે, આજે એક ધર્મ બીજા ધર્મ સાથે તો વળી એક જાતિ બીજી જાતિ સાથે લડી રહી છે.
4/5

5/5

નવી દિલ્હીઃ પેટ્રૉલ-ડિઝલના વધતાં ભાવોની વિરુદ્ધમાં કોંગ્રેસની આગેવાનીમાં આજે આખો વિપક્ષ રસ્તાંઓ ઉપર ઉતરી આવ્યો છે. દેશભરમાં અનેક જગ્યાઓએ પ્રદર્શન થઇ રહ્યાં છે. કોગ્રેસે રામલીલા મેદાનમાં સરકાર વિરુદ્ધ ધરણાં કર્યા. કૈલાશ માનસરોવરથી પરત ફરેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં મોદી સરકારને આડેહાથે લીધી, રાહુલે મોદીને તેનાજ અંદાજમાં જવાબ આપ્યો.
Published at : 10 Sep 2018 12:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
