શોધખોળ કરો
બંધારણ બચાવો અભિયાનમાં બોલ્યા રાહુલ ગાંધી - મોદીના દિલમાં દલિતો માટે જગ્યા નથી
1/3

રાહુલ ગાંધીએ નિશાન સાધતાં કહ્યું કે, "જે ટોયલેટને સાફ કરે છે, જે ગંદકી ઉઠાવે છે. તેમનો શું અધ્યાત્મ નથી હોતો, જે વાલ્મિકી સમાજ કરે છે." વાલ્મિકી સમાજનો વ્યક્તિ આ કામ પોતાનું પેટ ભરવા માટે નથી કરતો, પરંતુ આ કામ એટલે કરે છે કેમકે તે આ કામ અધ્યાત્મ માટે કરે છે. તેમના માતા-પિતા સહેલાયથી આ કામ છોડી શકે છે પરંતુ તેઓએ છોડ્યું નહીં. આ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદી મુર્દાબાદના સૂત્રોચ્ચારો કર્યાં તો રાહુલ ગાંધીએ નારેબાજી કરવાની મનાઈ કરી દીધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું સમગ્ર દેશ સમજે છે કે મોદીજીને માત્ર મોદીજીમાં રસ છે.
2/3

રાહુલ ગાંધીએ કહ્યું કે, "આ સમયે દેશની તમામ બંધારણિય સંસ્થાઓમાં RSSના લોકોને બેસાડી દીધાં છે. આ તમામ સંસ્થાઓને બરબાદ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટને કચડવામાં આવી રહી છે. આ અભિયાન આગામી વર્ષ આંબેડકરની જયંતિ સુધી ચાલુ રહેશે. કોંગ્રેસ આ અભિયાનથી મોદી સરકારને દલિત વિરોધ ગણાવીને દલિત વોટ અંકે કરવા માંગે છે, કે જેથી 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો મળી શકે છે.
Published at : 23 Apr 2018 03:54 PM (IST)
View More




















