શોધખોળ કરો
રાજસ્થાનઃ વિધાનસભા ચૂંટણી પહેલા BJPને મોટો ફટકો, જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહે ભાજપ સાથે ફાડ્યો છેડો
1/4

બાડમેરઃ વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા ભાજપના સાંસદ જસવંતિ સિંહના દીકરા અને ધારાસભ્ય માનવેન્દ્ર સિંહે ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. તેમણે સ્વાભિમાન રેલીને સંબોધતા કહ્યું કે, 2014ની લોકસભા ચૂંટણીમાં બાડમેર ચર્ચાનો વિષય હતું અને 2018માં પણ દરેક લોકો બાડમેર તરફ જોઈ રહ્યા છે. માનવેન્દ્ર સિંહે મંચ પરથી કહ્યું કે, કમળનું ફૂલ અમારી એક ભૂલ હતી.
2/4

સ્વાભિમાન રેલીમાં બોલતા માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહે કહ્યું કે, અમે આ રેલી દ્વારા વસુંધરા રાજે સુધી અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે હવે તે માત્ર બે મહિના માટે જ રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેમને આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તાથી ઉખેડી ફેંકવાના છે.
Published at : 22 Sep 2018 08:52 PM (IST)
View More




















