કોંગ્રેસે જે 27 મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી છે તેમાં ત્રણ મુસ્લિમ મહિલા પણ છે. જ્યારે ભાજપે એક પણ મુસ્લિમ મહિલાને ટિકિટ ફાળવી નથી. 2013ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 23 મહિલાને ટિકિટ આપી હતી, જેની સામે આ વખતે વધારે મહિલાને ટિકિટ ફાળવી છે. જ્યારે ભાજપે 2013ની તુલનામાં મહિલાઓને ઓછી ટિકિટ ફાળવી છે.
2/3
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો સમય પૂરો થઈ ગયો છે. આ વખતે ચૂંટણી મોસમમાં કોંગ્રેસે 27 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત 23 મહિલાઓને ટિકિટ ફાળવી છે. રાજ્યમાં વિધાનસભાની 200 સીટ છે અને અહીંયા 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
3/3
ભાજપે 2013માં 25 મહિલાને ટિકિટ આપી હતી, જ્યારે ચાલુ વર્ષે 23 મહિલાને ટિકિટ ફાળવી છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 28 મહિલાઓ જીતીને વિધાનસભામાં ગઈ હતી.