શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
રાજસ્થાન ચૂંટણીઃ ભાજપને મોટો ફટકો, 5 વખતના ધારાસભ્ય અને મંત્રીએ પક્ષ સાથે ફાડ્યો છેડો
1/4

મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટની તેમની પારંપરિક સીટ પરથી જ ચૂંટણી લડશે. પાર્ટીએ લોકસભા સાંસદ રામ ચૌધરીને પણ વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે અને કુલ 12 મહિલાઓને ટિકિટ ફાળવી છે. બીજેપીએ 25 નવા ચહેરાને પણ ટિકિટ આપી છે. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરના રોજ એક જ તબક્કામાં વોટિંગ યોજાશે અને 11 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.
2/4

જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે પાંચ વખતના ધારાસભ્ય અને 2014માં મંત્રી બનાવવામાં આવેલા પાલીના જેતરણના એમએલએ સુરેન્દ્ર ગોયલે રાજીનામું આપી દીધું હતું. ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં તેમને ટિકિટ ન મળવાથી નારાજ થઈને તેમણે આ પગલું ભર્યું છે.
3/4

ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન વિધાનસભાની 200માંથી 131 સીટ માટે તેમના ઉમેદવારોની પ્રથમ યાદી રવિવારે સાંજે જાહેર કરી હતી. આ લિસ્ટમાં બીજેપીએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. આ લિસ્ટમાં બીજેપીએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. નાગૌરથી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય હબીબુર્રરહમનાની ટિકિટ કાપીને ત્યાંથી બીજા ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે 85 વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ આપી છે.
4/4

મંત્રી સુરેન્દ્ર ગોયલે ટિકિટ ન મળવાથી નારાજ થઈને મુખ્યમંત્રી વસુંધરા રાજેને રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેઓ 17 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે.
Published at : 12 Nov 2018 09:58 PM (IST)
View More
Advertisement
Advertisement




















