સીઆરપીએફના કમાન્ડેડ આશીષ કુમાર ઝા એ કહ્યું કે, અમરાનાથ યાત્રીઓને લઈ જનારા વાહનોમાં રેડિયો ફ્રીક્વેન્સી આઇડેંટિફિકેશન ટેગ લગવામાં આવશે. જેનાથી સુરક્ષા દળોને તેમની સ્થિતિ વિશે અને વાસ્તવિક સમયમાં જાણકારી મળી શકશે, પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વધુ કડક બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. 28 જૂનથી શરુ થતી આ યાત્રા 60 દિવસ સુધી ચાલશે અને તેનું સમાપન 26 ઓગસ્ટ પૂર્ણ થશે.
2/4
સઘન સુરક્ષા માટે યાત્રા પર ઉપગ્રહોને આધારે નજર રાખવામાં આવશે. યાત્રા માર્ગ પર વિભિન્ન સ્થાનો પર ઝામર અને સીસીટીવી કેમરાઓ લગાવવામાં આવશે. ડૉગ સ્ક્વૉડ અને દ્રુત કાર્યવાહી દળની તૈનાતી વગેરે જેવાં મહત્વનાં નિર્ણયો ઉઠાવવામાં આવશે. જમ્મુ-કશ્મીર પોલીસ અને અર્ધ સૈનિક બળોનાં લગભગ 40 હજાર જવાનોને યાત્રા માર્ગ પર અંદાજે બે મહિના સુધી તૈનાત રાખવામાં આવશે.
3/4
ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથેની આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ-કશ્મીરનાં પોલીસ પ્રમુખ એસ.પી વૈદ્ય પણ શામેલ થયા હતા. બાદમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ બેઠકમાં શામેલ થયાં. રાજનાથસિંહને યાત્રિઓને માટે અન્ય સુવિધાઓ જેવી કે પાણીની સુવિધા, પાયખાનું, વિશ્રામ શિબિરો અને સ્વાસ્થ્ય સંબંધી સેવા વિશે જાણકારી આપવામાં આવી.
4/4
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 28 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની ગુરૂવારે સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહે આ સમીક્ષા બેઠકમાં અમરનાથ યાત્રાનાં વિવિધ માર્ગો પર સુરક્ષા દળોને તૈનાત કરી દીધાં છે. તેઓએ સુરક્ષા વ્યવસ્થામાં શામેલ દરેક પક્ષોને સુરક્ષાનાં બહુસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો છે.