રાજેન ગોહેન 1991માં ભાજપ સાથે જોડાયા હતા. વર્ષ 1999, 2004, 2009, 2014ની લોકસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર જીત્યા હતા. જુલાઈ 2016માં તેમને મોદી સરકારમાં રેલવે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
2/3
26 નવેમ્બર, 1950માં જન્મેલ રાજેન ગોહેન નગાંવ સીટ પરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીત્યા હતા. છેલ્લી ચાર ટર્મથી રાજેન ગોહેન આ સીટ પર જીતતા આવ્યા છે. તેમને બે દીકરા અને ત્રણ દીકરી છે. તેઓ ચાના બગીચાના માલિક છે. તેમણે યૂનિવર્સિટી ઓફ ગૌહાટીમાંથી બીએ એલએલબીની ડિગ્રી મેળવી છે.
3/3
નવી દિલ્હીઃ અસમ પોલિસે નગાંવ જિલ્લામાં 24 વર્ષની એક મહિલા સાથે કથિત રીતે બળાત્કાર અને તેને ધમકી આપવાના મામલે રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહેન વિરદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નગાંવ એસપી સબિતા દાસે કહ્યું કે, નગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળ્યા બાદ 2 ઓગસ્ટના રોજ ગોહેન વિરૂદ્ધ કેસ નોધવામાં આવ્યો. તેમણે કહ્યું કે, તપાસ શરૂ થઈ ગઈ છે અને કાયદા અનુસાર આગળ વધીશું.