આરબીઆઇએ એ પણ કહ્યું કે, જે લોકો ભારતના રહેવાસી નથી કે જે આધાર મેળવવાના પાત્ર નથી, તેમની પાસેથી પણ આધાર નહીં માંગવા આવે.
2/6
3/6
રિઝર્વ બેન્કે કહ્યું કે જમ્મુ-કાશ્મીર, આસામ અને મેઘાલયમાં રહેનારા લોકો જે આધાર કે આધાર રજિસ્ટ્રેશન નથી કરાવતા, બેન્ક તેમની પાસેથી આળખ અને સરનામાં માટે ઓવીડી તથા તાજેતરનો ફોટો માંગી શકે છે.
4/6
નવી દિલ્હીઃ આધારને અનિવાર્ય કરવાને લઇને ચાલી રહેલી ચર્ચાની વચ્ચે રિઝર્વ બેન્કે મોટો નિર્ણય લીધો છે. આરબીઆઇએ હવે બધા ખાતાધારકો માટે પોતાનું એકાઉન્ટ આધાર સાથે લિંક કરાવવાનું અનિવાર્ય કરી દીધું છે. રિઝર્વ બેન્કે આ બાબતે તાજેતરમાં એક સર્ક્યૂલર રજૂ કર્યો છે. જોકે આરબીઆઇનો આ નિયમ આધારની અનિવાર્યતાને લઇને સુપ્રીમ કોર્ટમાં હાલ ચાલી રહેલા મામલામાં અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે.
5/6
રિઝર્વ બેન્કે સંશોધિત દિશાનિર્દેશમાં કહ્યું કે, જૈવિક પહેચાન પત્ર હેતુ અરજી કરવાના પાત્ર દરેક વ્યક્તિ પાસેથી આધાર નંબર તથા પેન કે ફોર્મ 60 પ્રાપ્ત કરવાની જરૂર પડશે. માનવામાં આવી રહ્યું છે કે આ પગલાથી બેન્કિંગ સેવાઓ માટે વિશ્વાસનો માહોલ તૈયાર થશે.
6/6
રિઝર્વ બેન્કે પોતાના ગ્રાહકોને કેવાયસીના સંશોધિત દિશા-નિર્દેશો અંતર્ગત આધારને બેન્ક ખાતાથી જોડવાનું અનિવાર્ય કરી દીધું છે. અત્યારે કેવાયસી માટે ખાતાધારકનો એક તાજેતરમાં ફોટો અને પેન કાર્ડની કૉપી અને એડ્રેસ પ્રૂફ માટે સત્તાવાર રીતે વેલિડ ડૉક્યૂમેન્ટ (ઓવીડી) માનવામાં આવતું હતું.