નવી દિલ્લી: રિઝર્વ બેંક ઑફ ઈંડિયા (આરબીઆઈ)એ મંગળવારે કહ્યું કે જલ્દીથી 100 રૂપિયાની નોટ જાહેર કરશે. જો કે, 100 રૂપિયાની જૂની નોટ પહેલાની જેમ જ ચાલશે.
2/4
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 8 નવેમ્બરે 500 અને 1000 હજાર રૂપિયાની જૂની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નોટ 9 નવેમ્બર રાત્રે 12 વાગ્યાથી ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી. જેના પછી 500 અને 2000 રૂપિયાની નવી નોટ ચલણમાં લાવવામાં આવી હતી.
3/4
આરબીઆઈના મતે, 100 રૂપિયાની નોટ 2005ની મહાત્મા ગાંધી સીરિઝમાં છાપવામાં આવશે. તેમાં બન્ને નંબર પેનલો પર કોઈ ઈનસેટ અક્ષર નહીં હોય અને વર્તમાન ગર્વનર ઉર્જિત આર. પટેલના હસ્તાક્ષર હશે.
4/4
તેના પાછલા ભાગ પર મુદ્રણ વર્ષ 2016 લખવામાં આવશે. બાકી તમામ મહાત્મા ગાંધી સીરિઝ-2005ની જેમ જ હશે. ઉલ્લેખનીય છે કે તેના પહેલા આરબીઆઈ 50 અને 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની ઘોષણા કરી ચૂક્યું છે.