સુરત: સી.એ. ફાઇનલનું રિઝલ્ટ જાહેર થયું. સુરતની રિતુ નવલખા દેશની સૌથી નાની ઉંમરની પહેલી ગર્લ સી.એ બની. રિતુ નવલખાએ ૧૯ વર્ષની ઉંમરે સી.એ ફાઇનલની એકઝામ પાસ કરી દીધી છે અને દેશની પહેલી નાની ઉંમરની ગર્લ સી.એ તરીકે એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ સ્થાપશે રિતુ રાજસ્થાનનાં બિકાનેરની છે. ૧૯૯૭માં એ જન્મી. એક વર્ષની હતી ત્યારે જે ઝડપથી ગણતરીઓ કરતી એ જોઇને અને શિક્ષકોનાં કહેવાથી એને જુનિયર અને સિનિયર સાથે કરાવાયું. એ પછી એણે એક જ વર્ષમાં બે વાર એકઝામ આપીને પહેલું અને બીજું ધોરણ પણ પાસ કરી લીધું. જયારે સામાન્ય બાળક છઠ્ઠા વર્ષે પહેલા ધોરણમાં આવે ત્યારે રિચા ચોથા વર્ષની ઉંમરે જ પહેલા ધોરણમાં આવી ગઇ હતી.
2/3
સૂરતમાં રવિ છાવછરિયાના માર્ગદર્શનમાં સીએની પ્રવેશ પરિક્ષા સીપીટી આપી હતી. જે પહેલી જ વારે પાસ કરી દીધી હતી અને તે પછી આઈપીસીસીની તૈયારી શરૂ કરી હતી. જેની પરિક્ષામાં તેણે ગ્રુપ-એ અને ગ્રુપ બીના મળીને સાત પેપર આપ્યા જેમાં પણ તે પાસ થઈ ગઈ હતી. આઈપીસીસીના પરિણામના આધારે તેણે ઈંદિરા ગાંધી ઓપન યુનિ.માં બીકોમનું ભણવાનું શરૂ કર્યુ. ઓપન યુનિ. અને ઈંસ્ટીટ્યૂટ ઓફ ચાર્ટડ અકાઉન્ટટ ઓફ ઈંડિયા વચ્ચે થયેલા એમઓયુ મુજબ જે વિદ્યાર્થી આઈપીસીસીની પરિક્ષા પાસ કરે તેણે બીકોમની ડિગ્રી માટે આઠ પેપર આપવાના હોય છે. રિતુએ એક જ વર્ષમાં આઠ પેપર આપીને બીકોમની ડિગ્રી લઈ લીધી હતી. આ પછી તેણે સીએ અને સીએ ફાઈનલની તૈયારી શરૂ કરી દીધી હતી. નવેમ્બર 2016માં આ પરીક્ષા આપી હતી. જેમાં તે પાસ થઈ ગઈ છે.
3/3
12માં ધોરણ સુધીનું ભણતર રિતુએ રાજસ્થાનમાં કર્યુ તે રિતુ પછી છેલ્લા ચાર વર્ષથી તે સુરતમાં છે. ઈંસ્ટીટ્યૂટ ઓફ ચાર્ટડ અકાઉન્ટટ ઓફ ઈંડિયાએ નવેમ્બર 2016માં સીએ ફાઈનલની પરિક્ષા લીધી હતી અને 31 જાન્યુઆરીના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રિતુ માલચંદ નૌલખાએ 700માંથી 418 અંક મેળવ્યા હતા. અત્યાર સુધી આટલી નાની ઉંમરમાં કોઈ પણ વિદ્યાર્થીનીએ સીએ ફાઈનલની પરીક્ષા પાસ કરી નથી. આ પહેલા હૈદરાબાદના નિશ્ચલ નારાયણે 2015માં 19 વર્ષની વયે સીએની પરિક્ષા પાસ કરી હતી.