તેજપ્રતાપ આ પહેલા અનેક અવસરે શિવનો વેશ ધારણ કરી ચુક્યો છે. આ ઉપરાંત તે ઘણી વખત વાંસળી વગાડતો પણ જોવા મળ્યો છે.
2/4
આ વખતે તેણે વાઘના ચામડા સાથેનો ડ્રેસ અને હાથમાં ત્રિશૂલ લઈ ભગવાન શિવના રૂપનો શણગાર ધારણ કરી પૂજા કરી હતી. આ દરમિયાન તેણે મંદિરમાં શંખનાદ પણ કર્યો હતો.
3/4
પટનાઃ ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ચારેબાજુ શિવભક્તિ જોવા મળી રહી છે. RJD નેતા લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો તેજપ્રતાપ યાદવ શિવભક્ત છે, તે વાત બધા જાણે છે. તેની શિવભક્તિ કોઈનાથી છુપી રહી નથી. તેણે ફરી એકવખત શિવભક્તિનું પ્રદર્શન કરતાં ભગવાન શિવનો વેશ ધારણ કર્યો હતો.
4/4
તાજેતરમાં તેજપ્રતાપે તેની આગામી ફિલ્મ ‘રુદ્ર - ધ અવતાર’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. રુદ્ર ભગવાન શિવનું નામ છે. એટલું જ નહીં તેના લગ્નના દિવસે રાબડી દેવીના નિવાસ સ્થાન બહાર સમર્થકોએ શિવ અવતારનું પોસ્ટર લગાવ્યું હતું. જેમાં તેની પત્નીને પાર્વતી તરીકે દર્શાવાઈ હતી.