શોધખોળ કરો
RSS વડા ભાગવતે માથા પર પગ રખાવી લીધા આશિર્વાદ, બોલ્યા- 'રામમંદિર જરૂર બનશે'
1/4

તે સિવાય મોહન ભાગવતે સોનપુરમાં એકઠા થયેલા અનેક સાધુ-સંતો સાથે મુલાકાત કરી હતી. તેમણે લક્ષ્મી નારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા અને સંત જીયર સ્વામીને મળ્યા હતા. જીયર સ્વામી અને સ્વામી પ્રપન્નાચાર્ય સંત રામાનંદ સંપ્રદાયના છે. આ દરમિયાન ભાગવતે કહ્યું કે, અયોધ્યામા રામ મંદિર જરૂર બનવું જોઇએ અને આ માટે તેઓ દિલથી કામ કરી રહ્યા છે.
2/4

આરએસએસ પ્રમુખને દેવરાહા હંસ બાબાએ કહ્યુ કે વહેલી તકે ભારતની આધ્યાત્મિક શક્તિનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં ફેલાશે. સામાજિક વિષમતા સમાજની એકતામાં સૌથી મોટો અંતરાય છે જેને દૂર કરવાની કોશિશ વહેલી તકે કરવી પડશે. તેમણે કહ્યુ કે સમાજની એકતા અને અખંડતા માટે આ આવશ્યક છે. દેવરાહા હંસ બાબાએ સંઘના કાર્યના વિસ્તાર તેમજ સજ્જન શક્તિ જાગરણને સાથે લઈને ચાલવાની વાત કહી.
3/4

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બિહારના પટનાના ટેકારી મંદિરમાં દેવરાહા હંસબાબાની મુલાકાત કરી હતી. આ દરમિયાન દેવરાહા હંસબાબાએ મોહન ભાગવતના માથા પર પગ મુકી આશિર્વાદ આપ્યા હતા. આરએસએસના ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં જણાવવામાં આવ્યું છે કે દેવરાહા હંસ બાબાએ રામ જન્મભૂમિ પર વહેલી તકે ભવ્ય મંદિર નિર્માણની ઈચ્છા વ્યક્ત કરી. વળી, તેમણે ભાગવતના માથે પોતાના પગ મૂકીને આશીર્વાદ આપ્યા.
4/4

મોહન ભાગવતે ગુરુવારે સોનપુરમાં ઘણા સાધુ સંતો સાથે મુલાકાત કરી અને લક્ષ્મી નારાયણ મંદિર જઈને સંત જીયર સ્વામી સાથે પણ મુલાકાત કરી. ત્યારબાદ પટના જઈને તેમણે સ્વામી પ્રપન્નાચાર્ય સાથે મુલાકાત કરી. મોહન ભાગવતે કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિર જરૂર બનવુ જોઈએ. તેના માટે તે મનથી લાગ્યા છે.
Published at : 24 Nov 2018 11:21 AM (IST)
Tags :
RSS Chief Mohan BhagwatView More
Advertisement
Advertisement





















