સચિને બીબીસી દિલ્હી ઓફિસમાં પણ કામ કર્યું અને બાદમાં જનરલ મોટર્સમાં પણ નોકરી કરી હતી.
2/7
સચિન પાયલટે ચાર વર્ષ પહેલા રાજસ્થાનના પ્રદેશાધ્યક્ષ પદ સંભાળ્યું હતું. પાયલટે આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી અને લોકસભા ઉપચૂંટણીમાં કૉગ્રેસને બે બેઠકો જીતાડી પોતાનો તેવર દેખાડી દીધો હતો.
3/7
નવી દિલ્હી: રાજસ્થાનમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વચલો રસ્તો કાઢતા અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવ્યા છે જ્યારે સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી. સચિન પાયલટની વાત કરીએ સચિન પાયલટે આ વિધાનસભા ચૂંટણીમાં ટોંક વિધાનસભા સીટ પરથી ચૂંટાયા છે. રાજસ્થાનમાં જીતનો શ્રેય પાયલટને પણ આપવામાં આવી રહ્યો છે.
4/7
પિતા રાજેશ પાયલટના અવસાન બાદ સચિન પાયલટ રાજનીતિમાં આવવ્યા હતા. અને 26 વર્ષની સૌથી નાની વયે 2004માં લોકસભા ચૂંટણીમાં દોસા(રાજસ્થાન)થી મોટી જીત મેળવી સાંસદ બન્યા.
5/7
સચિન પાયલટનો જન્મ 7 ડિસેમ્બરે 1977માં ઉત્તરપ્રેદશના સહારનપૂરમા થયો હતો. તેમના પિતા રાજેશ પાયલટ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્ર મંત્રી હતા. સચિન પાયલટે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાની પુત્રી સારા સાથે 2004માં લગ્ન કર્યા હતા.
6/7
સચિન પાયલટ વર્ષ 2004માં ગૃહમંત્રાલયના સંસદીય સમિતિના સદસ્ય બન્યા. વર્ષ 2006માં ઉડ્ડયન મંત્રાલયના સલાહકાર સમિતિના સભ્ય બન્યા. 2009માં કેન્દ્રીય રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેના બાદ વર્ષ 2012માં કોર્પોરેટ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા.
7/7
પાયલટે દિલ્હી યૂનિવર્સિટીની સેન્ટ સ્ટીફંસ કોલેજમાંથી બી.એની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેના બાદ ગાઝિયાબાદના આઈ.એમ.ટી થી માર્કેટિંમાં ડિપ્લોમાં કર્યું અને લંડનની પેનસિલ્વેનિયા યૂનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો.