ઉલ્લેખનીય છે કે, આ પહેલા 10 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે સરકાર પાસે રાફેલ ડીલ સંબંધિત માહિતીઓ માંગી હતી. જેના પર સરકાર તરફથી 36 વિમાનોને ખરીદવાની પ્રક્રિયા વિશે એક નોટ આપી હતી. જેના પર કોર્ટે કહ્યું કે, આમાં કોઇ પણ માહિતી એવી નથી કે જેને લોકો સામે મુકી શકાય.
2/5
3/5
ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની આગેવાની વાળી બેન્ચે રાફેલ ડીલ પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને રાફેલની કિંમતો, નિર્ણય લેવાની પ્રક્રિયા અને ઓફસેટ પાર્ટનર સિલેક્ટ કરવાની પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી બંધ કરવામાં 10 દિવસની અંદર આપવાનું કહ્યું છે. એટર્ની જનરલ વેણુગોપાલે ઓફિશિયલ સિક્રેટ એક્ટનો હવાલો આપતા કહ્યું કે, આ માહિતી જાહેર નથી કરી શકાતી. જો આવુ હોય તે સરકાર અરજી કરીને પોતાની આપત્તિ નોંધાવે, કોર્ટે આના પર વિચાર કરશે.
4/5
અરજીકર્તા પ્રશાંત ભૂષણ દ્વારા રાફેલ વિમાન ડીલની સીબીઆઇ પાસે તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ માટે તમારે રાહ જોવી પડશે. મામલાની આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.
5/5
નવી દિલ્હીઃ ફ્રાન્સ સાથે થયેલી રાફેલ વિમાન ડીલ પરના રાજકીય જંગ વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારે આ અંગે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી. સુપ્રીમે પોતાના આદેશમાં કેન્દ્ર સરકાર પાસેથી વિમાનની કિંમત, આના લાભ અને ઓફસેટ પાર્ટનર સિલેક્ટ કરવાની પ્રક્રિયાનુ વિવરણ બંધ કવરમાં માંગ્યુ છે.