રસ્તોગી સ્કુલેથી પાછી ફરતી ૮ થી ૧૦ વર્ષની બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવતો. તે બાળકીઓને કહેતો કે તેના વાલીઓએ ચોકલેટ મોકલી છે પછી બાળકીઓને સુમસામ જગ્યાએ લઇ કુકર્મ આચરતો હતો. રસ્તોગીએ ૧૩ ડિસેમ્બરે તેણે દિલ્હીના ન્યુ અશોકનગરમાં ૭ વર્ષની બાળકીનુ અપહરણ કરી રેપ કર્યો હતો. પછી ૧૦ જાન્યુઆરીએ બે બાળકીઓ સાથે આવુ કર્યુ. બધા જ મામલામાં એક જ રીત અપનાવી હતી. તે બાળકીઓને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2/3
આરોપીની ઓળખ સુનીલ રસ્તોગી તરીકે થઇ છે અને તે ૩૮ વર્ષનો છે. તે પરિણિત છે અને તેને બાળકો પણ છે. પોલીસે જણાવ્યુ હતુ કે, રસ્તોગીએ પુછપરછ દરમિયાન એવો સ્વીકાર કર્યો હતો કે તે રપ૦૦થી વધુ સગીરાઓ પર બળાત્કારનો પ્રયાસ કરી ચુકયો છે. રસ્તોગીએ આ દરમિયાન એક વખત ર૦૦૬માં છ મહિના માટે ઉત્તરાખંડના રૂદ્રપુરમાં જેલમાં જવુ પડયુ હતુ. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ધૃણાસ્પદ ઘટનાઓને અંજામ આપવાનું શરૂ કર્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે ૧ર વર્ષમાં તેણે દિલ્હી, ગાઝીયાબાદ અને રૂદ્રપુરમાં તમામ ઘટનાઓને અંજામ આપ્યો હતો.
3/3
નવી દિલ્હી: પોલીસે એક સીરીયલ રેપીસ્ટની ધરપકડ કરી છે જે શાળાએથી પાછી ફરતી બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. પુછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુન્હો કબુલ કર્યો અને જે કબુલાત આપી તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણે પોલીસને જણાવ્યુ હતુ કે, છેલ્લા ૧ર વર્ષમાં તેણે પ૦૦થી વધુ બાળકીઓને પોતાનો શિકાર બનાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ૧ર વર્ષમાં તે કાનૂનથી બચી શકયો હતો. માત્ર એક વખત તેની ધરપકડ થઇ હતી.