નવી દિલ્હીઃ પ્રયાગરાજના કુંભ મેળામાં કાલે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રીની બેઠક થઇ, બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના કેબિનેટ સહયોગીઓ સાથે સંગમમાં ડુબકી લગાવી હતી. આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, આને શેર કરનારાઓમાં કોંગ્રેસ નેતા શશી થરુર પણ છે.
2/4
3/4
સીએમ યોગીની વાયરલ તસવીરો પર કટાક્ષ કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુર એક પૉસ્ટ કરી હતી. શશિ થરુરે ટ્વીટર પર લખ્યુ કે, ''ગંગા પણ સ્વચ્છ રાખવી છે અને પાપ પણ અહીં ધોવા છે. આ સંગમમાં બધા નગ્ન છે, જય ગંગા મૈયા કી.''
4/4
ગઇકાલે મુખ્યમંત્રી યોગીની સાથે અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરી અને સાધુ સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યુ, સ્નાન કર્યા બાદ રાજ્યના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યેએ કહ્યું કે, "મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં ઉત્તરપ્રદેશનું આખુ કેબિનેટ અને અમારા કેટલાય રાજ્યમંત્રીઓએ આજે સંગમમાં ડુબકી લગાવી. કેટલાય સાધુ સંતો પણ સાથે ડુબકી લગાવવા માટે આવ્યા."