શિવપાલની યાદવની પાર્ટી સાથે જોડાયેલ લોકોએ વારાણસીના કલેક્ટરને પત્ર લખીને ભગવાન હનુમાનને જાતિનું પ્રમાણપત્ર આપવાની માગ કરી છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે, જો આમ નહીં થાય તો લોકો વારાણસી કલેક્ટર ઓફિસ બહાર ધરણા પર બેસી જશે. પાર્ટીના લાકોએ આ મામલે સીએમ યોગી આદિત્યનાથના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી દ્વારા આ પ્રકારની ગતિવિધિઓને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની કવાયત હોવાનું કહેવાય છે.
2/2
લખનઉઃ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાજસ્થાનમાં પ્રચાર કરતા સમયે યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પવનપુત્ર હનુમાનની જાતી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, હનુમાન દલિત જાતિના હતા. તેના આ નિવેદન બાદ આગ્રામાં દલિત સજાના લોકોએ એક હનુમાન મંદિર પર કબ્જો જમાવી લીધો અને દલિત પુચારીની નિમણૂક કરવાની માગ કરી. તેની સાથે જ દિલ્હી, મેરઠ અને લખનઉમાં પણ આ પ્રકારના અહેવાલ આવ્યા હતા. હવે આ મુદ્દે હાલમાં જ શિવપાલ દ્વારા બનાવામાં આવેલ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીએ દખલ કરી છે.