કોર્ટે દુકાનદારને ભારતીય દંડ સંહિતાની ધારા 188 હેઠળ કલેક્ટરના આદેશનું ઉલ્લંઘન કરવાના મામલે દોષી ઠેરવ્યો હતો. જેને લઈને કોર્ટે આરોપી દુકાનદારને સિક્કા ના લેવાની સજા ફટકારી હતી.
2/4
જણાવી દઈએ કે, 10ના સિક્કા ના લેવાના મામલે ભારતીય રિઝર્વ બેન્કે એક એડવાઈઝરી પણ જાહેર કરી હતી. અને કહ્યું હતું કે 10ના તમામ સિક્કાઓ ચલણમાં માન્ય ગણાશે.
3/4
આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટક ઓફિસર ભૂપેન્દ્ર સિંહએ જણાવ્યું કે, જિલ્લાની મેજિસ્ટ્રેટ જેપી ચિડારની કોર્ટે સોમવારે એક દુકાનદારે ગ્રાહક પાસેથી 10ના સિક્કા લેવાનો ઇનકાર કરતા તેનો દોષી ઠેરવ્યો હતો. દુકાનદાર દસનો સિક્કો ના લેતા ગ્રાહકે જોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દુકાનદાર અરુણ જેન વિરુદ્ધ કલેક્ટર દ્વારા સિક્કા સ્વીકાર કરાવના મામલે જારી કરેલા આદેશના ઉલ્લંઘન કરવા મામલે ફરિયાદ નોંધી દુકાનદારની ધરપકડ કરી હતી અને તપાસ બાદ કોર્ટમાં રજૂ કર્યો હતો.
4/4
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના મુરેના જિલ્લાની એક સ્થાનિક કોર્ટે એક દુકાનદારને ગ્રાહક પાસેથી રૂપિયા 10 ના સિક્કા લેવાનો ઈનકાર કરવા પર દોષી ઠેરવ્યો હતો. અને કોર્ટ પૂર્ણ થાય ત્યાં સુધીની સજા તથા 200 રૂપિયા દંડની સજા આપી હતી.