રાજાજી હૉલમાં અંતિમ દર્શન દરમિયાન ભાગદોડ મચી ગઇ, આ ભાગદોડમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો અને 40થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.
3/7
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, RJD નેત તેજસ્વી યાદવે ચેન્નાઇના રાજાજી હૉલ પહોંચીને કરુણાનિધિને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
4/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઇ પહોંચીને કરુણાનિધિના અંતિમ દર્શન કર્યો, તેમને ત્યાં પહોંચીને કરુણાનિધિના પુત્ર સ્ટાલિન અને પુત્રી કનિમોઝી સાથે મુલાકાત કરી હતી.
5/7
રાજાજી હૉલની બહાર એકઠી થયેલી ભીડને સંબોધિત કરતાં એમ કે સ્ટાલિને કહ્યું કે, તે ઇચ્છે છે કે કોઇપણ પ્રકારની હિંસા ના થાય. સરકારે જે રીતે મરીના બીચ પર જમીન આપવાની ના પાડી તે રીતે માહોલને બગાડવા માગે છે.
6/7
જોકે બધાને હૉસ્પીટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા છે. ભાગદોડ બાદ કરુણાનિધિના પાર્થિવ શરીરને હૉલની અંદર લઇ જવામાં આવ્યો છે.
7/7
ચેન્નાઇઃ દક્ષિણની રાજનીતિના સ્તંભ કહેવાતા DMK પ્રમુખ કરુણાનિધિ હવે આ દુનિયામાં નથી રહ્યાં, મંગળવારે સાંજે કરુણાનિધિએ 94 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની સાથે જ આખા તામિલનાડુમાં શોકની લહેર પ્રસરી ગઇ હતી. ડીએમકે સમર્થક વિલાપમાં બેકાબુ થઇ રહ્યાં છે. કરુણાનિધિના પાર્થિવ શરીરને હજુ સુધી રાજાજી હૉલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. સાંજે 5 વાગે તેમના અંતિમ સંસ્કાર થશે.