શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, EVMના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ ફગાવી
1/3

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મતદાન માટે ઈવીએમ મશીનનો વિરોધ કરી રહેલાઓને મોટો ઝટકો આપી આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન કરવવાની અરજી ફગાવી છે. ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવાની અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ કહ્યું, દરેક મશીનમાં દુરઉપયોગની સંભાવનાઓ બની રહે છે અને દરેક સિસ્ટમ પર શંકા વ્યક્ત કરી શકાય છે. તેમણે ચૂંટણીમાં મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરવાની અરજી ફગાવી દિધી છે.
2/3

દેશમાં ઘણા રાજકીય પક્ષોએ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે. ગત વર્ષ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પક્ષમાં છેડછાડ કરી મત નાખવાનો આરોપ લગાવ્યો હતો.
Published at : 22 Nov 2018 03:51 PM (IST)
View More





















