શોધખોળ કરો
રામ જન્મભૂમિ વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ટળી, સુનાવણી માટે બનશે નવી બેન્ચ
1/5

ઉલ્લેખનીય છે કે, રાજકીય દ્રષ્ટિથી અતિ સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં દાખલ કરવામાં આવેલી અપીલો પર આજે સુનાવણી થવાની હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને એસકે કૌલની પીઠ દ્વારા જોવામાં આવ્યો હતો.
2/5

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઓક્ટોબરે કહ્યું હતું કે આ મામલો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયે ઉચિત પીઠ સમક્ષ આવશે, જે આની સુનાવણીનો કાર્યક્રમ નિર્ધારિત કરશે. બાદમાં અખિલ ભારતીય હિન્દુ સભાએ બીજી એક અરજી દાખલ કરી સુનાવણી વહેલી તકે કરવા આગ્રહ કર્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે આમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 29 ઓક્ટોબરે જ આ મામલે સુનાવણી વિશે આદેશ પસાર કરી દેવામાં આવી ચૂક્યો છે.
Published at : 04 Jan 2019 11:29 AM (IST)
View More





















