શોધખોળ કરો
ચીફ જસ્ટિસ Vs ચાર જજઃ આજે ઉકેલાઇ શકે છે દેશનો 'સુપ્રીમ વિવાદ'
1/5

ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના 4 સૌથી સીનિયર જજોએ મીડિયાની સામે આવીને ચીફ જસ્ટીસને કઠેરામાં ઉભા કરી દીધા હતા. આરોપ લાગ્યો છે કે ચીફ જસ્ટિસ પસંદગીના જજો પાસે કેસ મોકલે છે અને લોયાના મોતના કેસમાં મનમાની કરવામાં આવી છે. ચારેય જજોના આ આરોપોથી હડકંપ મચી ગયો છે. વિવાદ ઉલેકાય એવી આશા છે પણ ક્યારે ઉકેલાશે તે નક્કી નથી.
2/5

કોલકતાના એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા જસ્ટિસ ગોગોઇએ ન્યૂઝ એન્જસી પીટીઆઇને કહ્યું કે, કોઇ સંકટ નથી. વળી કોચ્ચિમાં કુરિયન જોસેફે કહ્યું, ''અમે એક મુદ્દો ઉઠાવ્યો, હવે આ મામલો સામે આવ્યો છે. આ ન્યાયપાલિકાની અંદરની મેટર છે અને અંદર જ તેને ઉકેલવામાં આવશે. સંસ્થાની અંદર સુધારાની જરૂર છે. ન્યાયપાલિકામાં લોકોનો વિશ્વાસ વધારવા માટે આ પગલું ભર્યું છે. અમને આશા છે કે આમાં સુપ્રીમ કોર્ટના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે.''
Published at : 14 Jan 2018 08:35 AM (IST)
View More























