શોધખોળ કરો
હોમIndia News૧૫થી ૧૮ વર્ષની પત્ની સાથે સેકસ્યુઅલ સંબંધ અંગે સુપ્રીમ કોર્ટે શું આપ્યો મહત્વનો ચુકાદો? જાણો
૧૫થી ૧૮ વર્ષની પત્ની સાથે સેકસ્યુઅલ સંબંધ અંગે સુપ્રીમ કોર્ટે શું આપ્યો મહત્વનો ચુકાદો? જાણો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 10 Aug 2017 10:50 AM (IST)
1/6

આઇપીસીની કલમ-૩૭પમાં દુષ્કર્મની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. તેમાં જણાવાયું છે કે પત્ની સાથે યૌન સંબંધ બનાવવા અપરાધ નથી પણ શરત એ છે કે તે ૧પ વર્ષથી ઓછી ઉંમરની ન હોય. જસ્ટીસ લોકુર તથા જસ્ટીસ દિપક ગુપ્તાની બેન્ચે જાણવા ઇચ્છયું હતું કે શું સંસદે એ બાબત ઉપર વિચાર કર્યો છે કે ૧પ થી ૧૮ વર્ષની પરિણીતા સાથે પરાણે યૌન સંબંધ બનાવવા પર ક્યા પ્રકારે મનાઇ ફરમાવી શકાય.
2/6

છેલ્લા ૩ વર્ષમાં બાળ વિવાહ એક્ટ હેઠળ કેટલા લોકોને સજા થઇ? તેના પર કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. કોર્ટે આ ચુકાદો એ અરજીની સુનાવણી દરમિયાન આપ્યો કે જેમાં એક વ્યક્તિને પુછ્યું હતું કે શું તે પોતાની પત્ની (૧પ થી ૧૮ વર્ષની વચ્ચેની વય)ની સાથે યૌન સંબંધ બનાવી શકે છે. બેન્ચે કહ્યુ હતુ કે, ૧પ વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે યૌન સંબંધ બાંધવા એ ગુનો છે પછી ભલે તે પત્ની કેમ ન હોય.
3/6

નવી દિલ્લી: 15થી 18 વર્ષની પત્ની સાથે પતિ દ્વારા બાંધવામાં આવેલા શારીરિક સંબંધ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પત્ની સાથે યૌન સંબંધ બનાવવાનું દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતુ. તેને દંડાત્મક અપરાધ માની ન શકાય. કોર્ટે જણાવ્યું છે કે સંસદ પણ આ મામલે ચર્ચા બાદ મંજુરી આપી ચુકેલ છે.
4/6

કોર્ટે એમ પણ પુછ્યું કે શું કોર્ટ આવા મામલામાં દખલ દઇ શકે છે? બેન્ચે કહ્યુ છે કે ૧પ વર્ષથી ઓછી ઉંમરની છોકરીના વિવાહ કાનૂની રીતે ખોટા છે. કોર્ટે કહ્યું છે કે આવા કેસમાં જેમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરી પોતાની સહમતીથી યૌન સંબંધ બનાવતી હોય પરંતુ જ્યારે મામલો પોલીસ પાસે જાય તો સજા ફક્ત છોકરાને જ મળે છે. આ પ્રકારના મામલામાં છોકરાને જ ભોગવવુ પડે છે. તેના માટે ૭ વર્ષની સજા ઘણી છે.
5/6

બળાત્કારને પરિભાષીત કરતી આઇપસીની કલમ-૩૭પની અપવાદવાળી પેટા કલમમાં જણાવાયુ છે કે, કોઇ વ્યક્તિ દ્વારા પોતાની પત્ની ૧પ વર્ષથી ઓછી ઉંમરની ન હોય તો તેની સાથે સ્થાપિત યૌન સંબંધ બળાત્કારની શ્રેણીમાં નહી આવે. જો કે સુપ્રીમ કોર્ટ જાણવા ઇચ્છતી હતી કે સંસદે પત્નીઓ દ્વારા પરાણે યૌન સંબંધ સાથે ૧પ થી ૧૮ વર્ષની વૈવાહિક છોકરીઓના સંરક્ષણની પહેલુઓ ઉપર ચર્ચા છે કે નહી ? સત્તાવાર રીતે કોઇ નિવેદન આવ્યું નથી.
6/6

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પુછ્યું હતું કે શું ૧પ વર્ષથી વધુ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે યૌન સંબંધ બનાવવાને સેકસ્યુઅલ હેરેસમેન્ટ ગણવામાં આવે. જ્યારે આઇપીસી તેને દુષ્કર્મ નથી માનતી. કોર્ટે કહ્યુ છે કે ૧પ વર્ષથી ઓછી ઉંમરની છોકરીના વિવાહ ગેરકાનૂની છે.
Published at : 10 Aug 2017 10:50 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
દેશ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
રાજકોટ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
દુનિયા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
દેશ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
ટ્રેન્ડિંગ સમાચાર






















