શોધખોળ કરો
સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ખુલાસોઃ મૃતદેહોને ટ્રકમાં ભરીને અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા!
1/6

અંદાજે 4 કલાક સુધી આ ઓપરેશન ચાલુ રહ્યું. 4 કલાકે સવારે ખતમ થયું. જાણકારી અનુસાર આંતકવાદીઓના 7 કેમ્પ ઉરીની બીજી બાજુ હતા. એટલે કે લાઈન ઓફ કન્ટ્રોલની બે કિલોમીટરની અંદર હતો. સ્પેશિયલ ફોર્સના અંદાજે 150 કમાન્ડોને હેલિકોપ્ટરની મદદથી એલઓસી પર ઉતારવામાં આવ્યા. આતંકવાદીને મારવા માટે કમાન્ડોઝની અનેક ટીમ બનાવવામાં આવી જેમાં 10થી 12 કમાન્ડો એક ટીમમાં હતા. આ તમામ ટીમ જમીન માર્ગે લાઈન ઓફ કન્ટ્રોલને પાર કરી, ત્યાર બાદ બે કિલોમીટર સુધી અંદર ઘૂસીને આતંકવાદીઓને માર્યા.
2/6

તમને જણાવીએ કે 28-29 ડિસેમ્બરે મોડી રાત્રે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને આતંકવાદી કેમ્પના લોન્ચિંગ પેડ વિરૂદ્ધ કાર્યવાહી કરતા 50 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યા. બુધવાર રાત્રે અંદાજે 12.30 કલાકે ભારતીય સેનાની સ્પેશિયલ ફોર્સ કમાન્ડોની બે યૂનિટ ઉત્તરી ઝોનના બે ગુપ્ત સ્થળથી હેલીકોપ્ટર દ્વારા એલઓસીની ખૂબ જ નજીક ઉતર્યા.
Published at : 05 Oct 2016 08:43 AM (IST)
View More





















