તેજસ્વી યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ભાજપ સાફ થઈ જશે. સપા-બસપા ગઠબંધન રાજ્યની તમામ સીટ જીતશે. હું સૌથી નાનો છું અને આશીર્વાદ લેવા આવ્યો છું. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન થાય અને માયાવતી-અખિલેશ સાથે મળીને ચૂંટણી લડે તેવી મારા પિતાએ કલ્પના કરી હતી.
2/3
તેજસ્વી યાદવ અને માયાવતી વચ્ચે લગભગ દોઢ કલાકની મુલાકાત થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેજસ્વી યાદવ અને બસપા અધ્યક્ષ વચ્ચે બિહારમાં મહાગઠબંધનને લઈને વાતચીત થઈ. આ દરમિયાન તેજસ્વીએ તેમને બિહારમાં મહાગઠબંધનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. જો કે તેઓએ કહ્યું કે કોંગ્રેસ અમારી સાથે છે અને તમે પણ આનો ભાગ બનો તો ઘણું સારું રહેશે.
3/3
લખનઉઃ લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કરેલા ગઠબંધન બાદ રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. સપા-બસપા ગઠબંધન બાદ કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં બિહારમાં મહાગઠબંધનમાં કોંગ્રેસની સાથે સામેલ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે લખનઉમાં માયાવતી સાથે મુલાકાત કરી હતી.