પટનાઃ બિહારના પૂર્વી ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર તંજ કસ્યો છે, કર્ણાટક પરિણામોને લઇને ભાજપ અને નીતિશ કુમારને આડેહાથે લેતા તેજસ્વીએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં પુછ્યું હતું કે, બિહારમાં સર્વાધિક બેઠકો વાળી પાર્ટીનું નામ શું છે?. ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમારે ટ્વીટ કરીને કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનની બહાર આવવાને લઇને બીજેપીને અભિનંદન પાઠવ્યા હતા.
2/6
3/6
વળી, કોંગ્રેસે ત્રીજી મોટી પાર્ટી જેડીએસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ જેડીએસ નેતા એચડી કુમારસ્વામી રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા. કુમારસ્વામીએ કહ્યું કે, કોંગ્રેસ દ્વારા જેડીએસને આપેલા પત્રના આધાર પર અમે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે પોતાનો દાવો કરી દીધો છે.
4/6
નોંધનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી સૌથી મોટી પાર્ટ બનીની ઉભરી છે. કોંગ્રેસ બીજા નંબર પર છે અને જેડીએસ ત્રીજા નંબર પર આવી છે. બીજેપીના સીએમ પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
5/6
તેજસ્વીએ નીતિશના ટ્વીટ પર રીટ્વીટ કરતાં કહ્યું કે, બીજેપીને બિહાર ચૂંટણીમાં કોને હરાવ્યું હતું? બીજેપી આજે બિહારમાં કેમ, કઇ રીતે અને શા માટે સરકારમાં છે? બિહારની જનતાએ જે પાર્ટીઓને નં-2 અને નં-3 પર ધકેલી દીધી અને તે સરકારમાં છે અને નં-1 વિપક્ષમાં કેમ.