ઓવૈસીની પાર્ટી AIMIMનો પણ કેટલીક સીટો પર દબદબો રહ્યો છે. હાલમાં તેલંગાના વિધાનસભામાં પાર્ટીના સાત ધારાસભ્ય છે. તેલંગાનાની તમામ 19 સીટો પર સાત ડિસેમ્બરે મતદાન થશે. વોટોની ગણતરી 11 ડિસેમ્બરે થશે.
2/4
નવી દિલ્હીઃ તેલંગાના વિધાનસભા ચૂંટણી પ્રચારમાં લાગેલ AIMIMના સાંસદ અસુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહન પર નિશાન સાધતા કહ્યું કે, તે મજલિસ (AIMIM) મુક્ત નહીં પણ મુસલમાન મુક્ત દેશ ઈચ્છે છે. ઓવૈસીએ તેલંગાનાના કહાદુરપુરમાં કહ્યું, ‘અમિત શાહ બોલી રહ્યા છે મજલિસ મુક્ત, તમે પણ જશો. તમે મજલિસ મુક્ત નહીં પણ ભારતથી મુસલમાનોને ભગાડવા માગો છો. તમે કોંગ્રેસ મુક્ત નથી ઈચ્છતા. મુસ્લિમોને બંધારણે અધિકાર આપ્યા છે.’
3/4
તેણે કહ્યું કે, ‘તેલંગાનામાં ભાજપ પ્રયત્ન કરી રહી છે કે કોઈ રીતે સફળતા મળે. પરંતુ તેને સફળથા નહીં મળે. તેલુગુ દેશમે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે. તમે આંધ્ર પ્રદેશમાં બેસીને તેલંગાનાને ચલાવશો. દિલ્હીમાં બેસીને તેલંગાનાના નિર્ણય કોંગ્રેસ કરશે? શું નાગપુરથી નિર્ણય થશે?, બિલકુલ નહીં.’
4/4
તમને જણાવીએ કે, આંધ્ર પ્રદેશે અલગ તેલંગાના ભાગલા બાદ રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે. રાજ્યમાં હાલમાં ટીઆરએસ સત્તારૂઢ છે. કોંગ્રેસે ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપી સાથે જોડાણ કર્યું છે. ચૂંટણીની ભાજપ જોરશોરથી તૈયારી કરી રહી છે.