નવી દિલ્લીઃ મોદી સરકાર દ્ધારા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને ચલણમાં દૂર કરવાના નિર્ણયથી સમગ્ર દેશમાં અફડાતફડી મચી ગઇ છે. લોકો 500 અને 1000 નોટને 100 રૂપિયાની નોટમાં કન્વર્ટ કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે. સરકારના રાતોરાત લીધેલા આ નિર્ણયથી દેશમાં કાર્યરત પરિવહન ઉદ્યોગને કોઇ આર્થિક નુકશાન ના થાય તે માટે કેન્દ્ર સરકારે આગામી 11 નવેમ્બર સુધી દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ફી કરવાનો નિર્ણય લીધો છે.
2/2
કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, સરકારના આ નિર્ણયથી દેશના વેપારીઓને કોઇ અસર ના થાય તે માટે 11 નવેમ્બર સુધી દેશના તમામ ટોલ પ્લાઝા પર કોઇ પણ પ્રકારનો ટેક્સ ઉઘરાવવામાં આવશે નહીં.