bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાથી રોકાણકારોમાં રોષ વધ્યો છે. પાલનપુરમાં આવેલી પ્રસિદ્ધિ નિર્માણની ઓફિસ પર છેલ્લા કેટલાક દિવસથી તાળા લાગેલા છે અને રમણભાઈ નાઈનો કોઈ અતો પત્તો નથી.
BZ scam updates: પાલનપુરના વડગામ તાલુકાનું મજાદર ગામ આવેલી પ્રસિદ્ધિ નિર્માણ કો ઓપરેટિવ સોસાયટી નામની કંપનીએ રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ કંપનીના માલિક રમણભાઈ નાઈએ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં લાખો લોકો પાસેથી રોકાણ કરીને કરોડો રૂપિયા ઉંચા કર્યા હતા અને હવે નાસી છૂટ્યા છે.
ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં 100થી વધુ મહિલાઓ પાસે રમણભાઈ નાઈએ વર્ષે 12 હજાર રૂપિયા લેખે 6 વર્ષ માટે 72 હજાર રૂપિયાના રોકાણની સ્કીમ મૂકી હતી અને 6 વર્ષે 98 હજાર રૂપિયા પરત આપવાનું વચન આપ્યું હતું. પરંતુ નિર્ધારિત સમય પછી પણ રોકાણકારોને નાણાં પરત મળ્યા નથી. આથી રોકાણકારોમાં ભારે રોષ છે.
પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાથી રોકાણકારોમાં રોષ વધ્યો છે. પાલનપુરમાં આવેલી પ્રસિદ્ધિ નિર્માણની ઓફિસ પર છેલ્લા કેટલાક દિવસથી તાળા લાગેલા છે અને રમણભાઈ નાઈનો કોઈ અતો પત્તો નથી.
સુરેન્દ્રનગર જીલ્લા ના ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામે સૌથી વધુ મહિલાઓ અને પુરુષોને લોભામણી સ્કીમ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉઠી છે. પહેલા અરવલ્લીના BZ ગ્રુપની માફકજ બનાસકાંઠાની પ્રસિદ્ધિ નિર્માણનું કૌભાંડ ધ્રાંગધ્રાના એક ગામની 100 મહિલાઓને 72 હજારનું રોકાણ કરાવ્યું, 98 હજાર આપવાનું કહી મુદ્દત વીતી છતાં મૂળ રકમ પણ ન આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
આ અંગે અગાઊ પોલિસ સ્ટેશન ખાતે અરજી પણ કરવામા આવી હતી ત્યારે આજ દિન સુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેથી રોકરકારો માં રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલ અજેન્ટ મારફત લોભામણી સ્કીમ આપી અંદાજે એક કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જયારે રાજ્યમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના એક જ ગામની 100થી વધુ મહિલાઓ શિકાર બની હોવાનું સામે આવ્યું છે.આ અંગે એજન્ટ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન અરજી કરી હતી, જેમાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલી પ્રસિદ્ધિની ઓફિસ પણ પાછલા ઘણા સમયથી બંધ હોવાનું હાલ જાણવા મળ્યું છે, જયારે મહિલાઓને આ સ્કીમ માં 6 વર્ષે 98 હજાર આપવાનું કહી છેતરપિંડી આચાર્યો નો આરોપી રોકાણકારો લગાવી રહ્યા છે.
ધાંગધ્રા ખાતે આવેલી આ કંપનીની ઓફિસ તો તાળા મારી હાલ જે કોઈ એના કર્મચારી હતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે મેથાણ ગામ અને ધાંગધ્રા તાલુકા તથા સુરેન્દ્રનગરનાં પણ અમુક વિસ્તારોમાં તે આવી રીતે નાગરિકોને છેતરી અને ગઠિયાઓ રૂપિયા લઇ નાસી છૂટ્યા છે ત્યારે સરકાર દ્વારા જલ્દીથી આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરી અને રોકાણકારોના રૂપિયા પરત મલે તેવી માંગ કરી રહ્યા છે. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આ ફ્રોડ કંપની વિરુદ્ધ લેખિત અરજી પણ કરવામા આવી હતી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો જ નથી.
આ પણ વાંચોઃ
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે