કોંગ્રેસનો આરોપ છે કે 'મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બીલ-2018' બીલનો હેતુ મહિલા સશક્તિકરણ નહીં પણ પુરુષોનો સજા અપાવવાનો છે. જ્યારે બીજેપીએ કહ્યું કે, કોંગ્રેસ 30 વર્ષ પહેલા આ બીલ લાવી શકતી હતી પણ લાવી નથી. પરંતુ તેઓએ ભાગલાના રાજકારણને જ પ્રાથમિકતા આપી.
2/5
નવી દિલ્હી: લોકસભામાં ત્રિપલ તલાક બિલ આજે પસાર થઇ ગયું છે. લોકસભામાં બિલ પર વોટિંગ શરુ થાય તે પહેલા કોંગ્રેસ, AIADMK , એસપી, આરજેડીએ સદનમાંથી વૉકઆઉટ કરી દીધું હતું. આ બિલના પક્ષમાં કુલ 245 વોટ પડ્યા અને બિલ વિરુદ્ધ 11 વોટ પડ્યા હતા. આ બિલ રાજ્યસભામાં મોકલવામાં આવશે.
3/5
આના પર સંસદીય કાર્યમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિપક્ષ પાસે આશ્વાસન માંગ્યુ કે તે દિવસે કોઇપણ વિઘ્ન વિના ચર્ચા થવા દેવી જોઇએ. આના પર ખડગેએ કહ્યું કે, હું તમને અનુરોધ કરુ છું કે આના પર 27 ડિસેમ્બરે ચર્ચા કરાવવામાં આવે, અમે બધા આમાં ભાગ લઇશું, અમારી પાર્ટી અને અન્ય પાર્ટીઓ પણ ચર્ચા માટે તૈયાર છે. આ બીલને લઇને કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષે પોતાના સાંસદોને વ્હીપ આપ્યુ છે.
4/5
જોકે, ગયા અઠવાડિયે 'મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બીલ-2018' ચર્ચા માટે ગૃહમાં લાવવામાં આવ્યુ તો કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સૂચના આપ્યા કે આના પર આગામી અઠવાડિય ચર્ચા કરાવવામાં આવે.
5/5
ત્રિપલ તલાક બિલ પર ગુરૂવારે લોકસભામાં ચર્ચા શરૂ થઈ હતી. હોબાળાની વચ્ચે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું, તો લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બિલને જોઈન્ટ સિલેક્ટ કમિટીની પાસે મોકલવાની માગ કરી. જો કે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને બિલ પર ચર્ચા શરૂ કરાવી હતી.