બાયો ગેસ ટેંકમાં વેલ્ડિંગ સમયે વિસ્ફોટ થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અટલ કુમાર રાય અને એસપી ઉમેશ કુમાર સિંહ તમામ અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા. ગત વર્ષે નવેમ્બરમાં રાયબરેલીમાં NTPCનું બોઇલર ફાટવાથી 29 લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
2/3
વિસ્ફોટની ઝપટમાં આવવામાં મજૂરો બોલગોવિંદ, રવિ, લોકેન્દ્ર, કમલવીર, વિક્રાંત અને ચેતરામના મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ બે મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્રણ મજૂરો લાપતા હોવાનું કહેવાય છે.
3/3
બિજનોરઃ ઉત્તર પ્રદેશના બિજનોરમાં બુધવારે એક પેટ્રોકેમિકલ ફેક્ટ્રીમાં વેલ્ડિંગ સમયે વિસ્ફોટ થવાથી 6 મજૂરોના મોત થયા હતા. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે, ત્રણ મજૂર લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. એએસપી ગ્રામીણ વિશ્વજીત શ્રીવાસ્તવના કહેવા મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ નગીના માર્ગ સ્થિત મોહિત પેટ્રો કેમિકલમાં વિસ્ફોટ થયો હતો.