શોધખોળ કરો
વારાણસીમાં સતત બીજા દિવસે મોદીનો રોડ શો, કાશી વિદ્યાપીઠમાં સંબોધશે જનસભા
1/2

મોદીના રોડ શોને લઇને વારાણસીમાં ભારે ટ્રાફિક જામી ગયો છે. અનેક સ્થળો પર ભારે ટ્રાફિકને લીધે લોકો પરેશાનીમાં મુકાઇ ગયા છે. લોકો મોદીની એક ઝલક મેળવવા માટે રસ્તાઓ પર ઉમટી પડ્યા છે. રોડ શોના અંતે મોદી કાશી વિદ્યાપીઠના મેદાનમાં જનસભાને સંબોધશે.
2/2

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજા દિવસે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરી રહ્યા છે. શહેરના પોલીસ લાઇનથી રોડ શો શરૂ થઇ ગયો છે. રોડ શોમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં બીજેપી સમર્થકો એકઠા થયા છે. લોકો મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે. મોદીનો રોડ શો મહાત્મા ગાંધી વિદ્યાપીઠ જઇને પૂર્ણ થશે.
Published at : 05 Mar 2017 05:39 PM (IST)
View More























