એર ઇન્ડિયા કુંભ મેળા માટે જુદા જુદા શહેર અને પ્રયાગરાજની વચ્ચે વિશે ઉડાનની વ્યવસ્થા કરશે. વિશેશ ઉડાન 13 જાન્યુઆરીથી 30 માર્ચની વચ્ચે ચાલશે. તેના દ્વારા અલાહબાદને દિલ્હી, અમદાવાદ અને કોલકાતાની સાથે જોડવામાં આવશે.
2/5
રૂપિયા માટે આમતેમ ભટકવાની જરૂર નહીં: કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુ અને પ્રવાસીઓને રૂપિયા માટે આમતેમ ભટકવું નહીં પડે. કુંભ મેળામાં દરેક સેક્ટરમાં કામચલાઉ બેંકો બનાવવામાં આવશે, જ્યારે અનેક જગ્યાએ એટીએમ પણ લગાવવામાં આવશે. આ કામચલાઉ એટીએમની ખાસિયત એ હશે કે અહીં કોઈપણ સમયે રોકડ મળી રહેશે. અહીં મૂકવામાં આવેલ તમામ એટીએમ 24 કલાક ખુલા રહેશે અને એટીએમમાં 24 કલાક રોકડ ઉપલબ્ધ હશે.
3/5
ઇન્ટરનેટ વગર કામ કરશે પીએનબીનું કાર્ડઃ પબ્લિસ સેક્ટરની બંક પંજાબ નેશનલ બેંક કુંભ મેળા દરમિયાન લોકો સરળ લેવડ દેવડ કરી શકે તે માટે વિશે કાર્ડ રજૂ કર્યું છે. બેંક અનુસાર આ આયોજન લેવડ દેવડને સરળ બનાવવા માટે ડિજિટલાઈઝેસનનો ઉપયોગ કરવાની એક સારી તક છે. દુકાનો પર સુવિધાનજક લેવડ દેવડ માટે બેંકે એક સ્વદેશી ઉત્પાદન પીએનબી રૂપે કાર્ડ બનાવ્યું છે જે ઇન્ટરનેટ વગર પણ કામ કરશે.
4/5
પાણીમાં પોસ્ટ સેવાઃ 50 દિવસ સુધી ચાલનાર કુંભમેળામાં પ્રથમ વખત નદીમાં પોસ્ટ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે શ્રદ્ધાળુઓ પોતાના સકુશળ હોવાના સમાચાર પરિવારને આપવા અથવા કુંભની કોઈ નિશાની મોકલવા માટે દૂર જવાની જરૂર નહીં રહે. તે નદીમાં જ ફરતી પોસ્ટ સેવાનો લાભ લઈ શકશે. આ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર, સ્પીડ પોસ્ટ જેવી તમામ સેવાઓ મળી શકેશે. ઉપરાંત પોસ્ટ વિભાગે મેળામાં આવેલ પોસ્ટ ઓફિસમાં માય સ્ટેમ્પ મશીન મૂકવાની યોજના બનાવી છે. અહીં લોકો પોતાની તસવીરવાળી પોસ્ટ ટિકિટ કાઢી શકશે. કુંભ મેળા વિસ્તારમાં 10 પોસ્ટ ઓફિસ ખોલવાની યોજના છે.
5/5
નવી દિલ્હીઃ યૂપીના પ્રયાગરાજમાં 15 જાન્યુઆરીના રોજથી કુંભ મેળો 2019 શરૂ થશે. આ વખતે કુંભ નગરીને સુવિધા સંપન્ન બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી અનેક ખાસ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમને તમને આવી જ 4 સુવિધાઓ વિશે જણાવી રહ્યા છીએ.