પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે પણ ઉછાળો યથાવત્ રહ્યો હતો. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલની કિંમત 90.05 લીટર પહોંચી ગઈ છે. જે દેશમાં સૌથી વધારે છે. ડીઝલની કિંમતમાં પણ 15 પૈસાના વધારો થયો છે. મુંબઈમાં 77.47 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ વધી રહ્યું છે.
2/5
આ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. જ્યારે રાજસ્થાનમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પેટ્રોલ અને ડીઝલમાં 4 ટકા વેટ ઘટાડ્યો હતો.
3/5
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમે નિર્ણય લીધો હતો કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.
4/5
અલગ-અલગ રાજ્યો વેટ ઘટાડીને પેટ્રોલના ભાવ ઘટાડી રહી છે પણ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે નહીં. ગુજરાતમાં કેટલાક સ્થળોએ પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર કરી ગયો છે.
5/5
રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે અન્ય રાજ્યોની સરખામણીએ પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ અને ડીઝલ એક રૂપિયો સસ્તું મળશે.