કોંગ્રેસ પાર્ટીમાં તેમનું મહત્ત્વ કેટલું છે તેનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે તેમના માટે ભાઈ-બહેન (રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધી)ની જોડી પ્રચાર કરવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી.
2/7
અદિતિએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના પ્રતિદ્વંદ્વીને આશરે 90 હજાર મતથી હાર આપી હતી. રાયબરેલી કોંગ્રેસ પાર્ટી માટે માત્ર એક જ બેઠક નથી, પરંતુ અહીં જીતની પરંપરાને જાળવી રાખવાનો પણ પડકાર છે.
3/7
કહેવાય છે કે તેઓ પ્રિયંકા ગાંધી સાથે નજીકના સંબંધ ધરાવે છે અને પાર્ટીના નેતૃત્વએ તેમને વિધાનસભા બેઠક પર લડવા માટે ટિકિટ આપી હતી. અદિતિએ અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ સ્ટડીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.
4/7
29 વર્ષીય અદિતિ પાંચ વખત પોતાના વિસ્તારમાં ધારાસભ્ય રહી ચૂકેલા અખિલેશ સિંહના દીકરી છે. તેમણે રાજકારણમાં પોતાનું પગલું વર્ષ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાખ્યું હતું.
5/7
નોંધનીય છે કે, અદિતિસિંહ રાયબરેલી સદર સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "અમારા પારિવારિક સંબંધ ખૂબ જૂનાં છે. જે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, તે માત્ર પારિવારિક મુલાકાતોનો ભાગ છે."
6/7
જોકે આ મામલે બાદમાં અખિલેશ સિંહની દીકરી અદિતિ સિંહે ટ્વિટ કરીને રાહુલ ગાંધી સાથેની સગાઈના અહેવાલને નકારી કાઢ્યા હતા. તેણે એ પણ કહ્યું હતું કે રાહુલ તેના ભાઈ જેવા છે. તે તેને રાખડી બાંધે છે. રાહુલ સાથેના લગ્નના અહેવાલને અફવા ગણાવતા કહ્યું હતું કે તે અફવા ફેલાવનાર વિરૂદ્ધ કાર્યવાહી કરશે.
7/7
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની એક યુવતી સાથે તસવીર ફેસબુક અને વૉટ્સઍપ પર વાઇરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તસવીરમાં દેખાતી યુવતી સાથે તેમના લગ્ન થવાના છે. આ યુવતી 29 વર્ષના છે અને તેમનું નામ અદિતિસિંહ છે.