Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો. ઈબ્રાહિમ જેઠવા પોતાના પુત્ર ફેઝાન સાથે ખેતરથી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે જ જેતલબમ રોડ પર આરોપીઓએ તેમના પર હુમલો કર્યો. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફેઝાને જીવ બચાવવા માટે રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિના ઘરમાં આશરો લીધો હતો.. હુમલાખોરો ત્યાં પણ પહોંચીને ઘરના સભ્યોને ધમકાવીને ફેઝાનને બહાર કાઢવા દબાણ કર્યુ હતુ. ફેઝાને હુમલાખોરોનો વીડિયો પણ પોતાના મોબાઈલમાં કેદ કર્યો. પ્રાથમિક તપાસમાં આ હુમલા પાછળ અગાઉ થયેલા પોલીસ કેસનું મનદુઃખ હોવાનું જાણવા મળી રહ્યું છે.. માંગરોળ પોલીસે સુલેમાન ભાટા, ઈરફાન ભાટા અને ઈલિયાસ ભાટા વિરૂદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો..



















