કોંગ્રેસને 102થી પણ વધુ બેઠકો મળી રહી છે અને રાજ્યમાં સત્તાનો તાજ પહેરી શકે છે. હવે રાજ્યમાં બે મોટા ચહેરા અશોક ગેહલોત અને સચીન પાયલટ વચ્ચે મુખ્યમંત્રી બનવા માટે જંગ જામ્યો છે. પાર્ટી કોને રાજ્યની જવાબદારી સોંપે છે તેના માટે આવતી કાલે બેઠક યોજાશે. ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ જોતા રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રીના દાવેદારોની ચર્ચા શરૂ થઇ ગઇ હતી.
2/6
199 બેઠક માટે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનની જનતાએ કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર મત આપ્યા છે, ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર ટ્રેન્ડમાં 199 બેઠકોમાંથી કોંગ્રેસને 102+ જ્યારે બીજેપીને 72 બેઠકો અને અન્યને 25 બેઠકો મળી રહી છે.
3/6
4/6
આવતી કાલે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક યોજાશે જેમાં અશોક ગેહલોત અને સચીન પાયલટ પર પસંદગી ઉતારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સરદારપુરા બેઠક પરથી જ્યારે સચીન પાયલટ ટોંક બેઠક પર જીતી ગયા છે. જોકે મુખ્યમંત્રી વસુંધરા રાજેની પણ ઝાલરાપાટન બેઠક પરથી જીત થઇ છે.
5/6
6/6
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં દરેક ટર્મની જેમ આ વખતે પણ સત્તા પરિવર્તન થયુ છે, ભાજપની સરકારને જાકારો આપીને જનતાએ ફરી એકવાર કોંગ્રેસની સરકારને આમંત્રણ આપ્યુ છે. રાજસ્થાનની 199 બેઠકો માટેના પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે, જેમાં કોંગ્રેસ આગળ દેખાઇ રહી છે.