શોધખોળ કરો
મહિલા પોલીસ કૉંસ્ટેબલના 7 લાખથી વધુ ફૉલોઅર્સ, કયા કામના લીધે છે આટલા ફૉલોઅર્સ જાણો!
1/5

નવી દિલ્લીઃ રૂપિયાની કમીના લીધે પોતાના પિતાનો જીવ નહોતી બચાવી શકી, હવે ગરીબ અને લાચાર લોકોની મદદ કરવી તેના જીવનનું લક્ષ્ય બની ગયું છે. છત્તીસગઢ પોલીસમાં કૉંસ્ટેબલ સ્મિતા ટાંડીના ફેસબૂકમાં તેની પરોપકારી કામના લીધે 7 લાખથી વધુ લોકો ફૉલો કરે છે. 20 મહિના પહેલા શરૂ કરવામાં આવેલા તેના અકાઉન્માંટ 721,715 ફૉલોઅર્સ છે.
2/5

જાન્યુઆરી 2011 માં છત્તીસગઢ પોલીસ જાડાયા બાદ સ્મિતાને વ્યક્તિગત કરૂણાંતિકા બાદ બીજાના મદદ કરવાની પ્રેરણા મળી હતી. સ્મિતા જણાવે છે કે, જ્યારે તે 2013માં પોલીસ તાલીમ લઇ રહી હતી ત્યારે અચાનક મારા પિતાજી શિવ કુમાર ટાંડી બિમાર પડી ગયા હતા. અમારી પાસે ઇલાજ કરવા માટે પૈસા નહોતા અને હું મારા પિતાજીને બચાવી ના શકી. અને એક ખાનગી હૉસ્પિટલમાં તેનું નિધન થઇ ગયું. તેના પિતા પણ પોલાસમાં કૉંસ્ટેબલ હતા. જેમને 2007 બાદ એક દુર્ઘટના બાદ સેવા નિવૃતિ લેવી પડી હતી.
Published at : 03 Nov 2016 11:00 AM (IST)
Tags :
FacebookView More





















