આખી ઘટના સામે આવ્યા બાદ વહીવટી તંત્ર આલમમાં હડકંપ મચી ગયો છે. સીએમએચઓ ડૉક્ટર આરસી પનિકાનું કહેવું છે કે, આ ગંભીર મામલો છે, આવું નહીં થવું જોઇએ. આખી ઘટનાની તપાસ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ આખા મામલામાં એસપી વિરેન્દ્ર સિંહ પણ ગંભીર દેખાયા. તેમને તપાસ કરાવીને દોષીઓ પર કાર્યવાહી કરવાની વાત કહી છે.
2/4
ધારમાં મેડિકલ ટેસ્ટ દરમિયાન ભરતી માટે આવેલા ઉમેદવાર યુવાનોની છાતી પર એસસી, એસટી, ઓબીસી અને જનરલ કેટેગરી લખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે, એસસી-એસટી વર્ગનું અપમાન છે, વળી આ મામલે પોલીસે તપાસનો આદેશ આપી દીધો છે.
3/4
મામલો ધાર જિલ્લા હૉસ્પીટલનો છે, જ્યાં કૉન્સ્ટેબલની ભરતી માટે ઉમેદવાર મેડિકલ ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યા હતો. મેડિકલ કરાવવા દરમિયાન જનરલ કેટેગરી અને એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોને અલગ ઉભા રાખવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ બધા એસસી-એસટી ઉમેદવારોની છાતી પર તેમની જાતિ લખી દેવામાં આવી, આ દરમિયાન જિલ્લા હૉસ્પીટલનું મેડિકલ બોર્ડ અને પોલીસ વિભાગના કર્મચારી અધિકારીઓ પણ હાજર હતાં.
4/4
ભોપાલઃ મધ્યપ્રદેશ ટૂરિઝ્મની જાહેરાતની લાઇન છે કે એમપી અજબ છે, આ વાત હવે સમજાઇ રહી છે. એમપીના ધાર જિલ્લામાં કૉન્સ્ટેબલની ભરતી માટે આવેલા ઉમેદવારોની ઓળખ માટે તેમની છાતી પર જાતિ લખી દેવામાં આવી હતી, તેમની છાતી પર એસટી-એસટી લખવાનો મામલો સામે આવ્યો છે.